Video: રાજસ્થાન એટીએસ અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં પંજાબના ગુરદાસપુરથી બે આરોપીઓની ધરપકડ; હથિયારો અને કારતૂસ જપ્ત

સોર્સ: gstv

શ્રીગંગાનગરના રામસિંહપુર રેલવે ટ્રેક બ્લાસ્ટ મામલે સુરક્ષા એજન્સીઓએ સકંજો કસી દીધો છે. રાજસ્થાન એટીએસ અને શ્રીગંગાનગર પોલીસ દ્વારા ગુપ્ત માહિતીના આધારે પંજાબના ગુરદાસપુર જિલ્લામાં દરોડા પાડીને બે કુખ્યાત આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ આરોપીઓ ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓ અને આતંકવાદી નેટવર્ક સાથે સંકળાયેલા હતા. ધરપકડ દરમિયાન આરોપીઓ પાસેથી અત્યાધુનિક હથિયારો અને કારતૂસ પણ રિકવર કરવામાં આવ્યા છે. હાલ પોલીસ અને એટીએસની ટીમ બંને આરોપીઓની કસ્ટડી મેળવીને રેલવે ટ્રેક બ્લાસ્ટના આખા ષડયંત્ર અને અન્ય સાથીદારો વિશે સઘન પૂછપરછ હાથ ધરી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત