Video: વલસાડમાં અસામાજિક તત્વોનો આતંક

વલસાડ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે, જ્યાં નજીવી બાબતે એક યુવકને જાહેરમાં ઢોર માર મારવામાં આવ્યો છે. શહેરના સાયકલ સ્ટોરની બાજુમાં આવેલી લારી પર આ વ્યક્તિ જમી રહ્યો હતો, તે દરમિયાન અચાનક પાંચથી છ ઈસમોનું ટોળું ત્યાં ધસી આવ્યું હતું. આ હુમલાખોરોએ કોઈ પણ ડર વિના જમી રહેલા ઈસમ પર તૂટી પડીને તેને બેરહેમીપૂર્વક માર માર્યો હતો. જાહેર રોડ પર બનેલી આ સમગ્ર હિંસક મારામારીની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે. ઘટનાની જાણ થતા જ વલસાડ સીટી પોલીસ તાત્કાલિક હરકતમાં આવી છે અને સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે. હાલ પોલીસે આ ફૂટેજના આધારે હુમલાખોર ઈસમોની ઓળખ કરી તેમને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
જાહેરાત







