Video: જામા મસ્જિદ પોલીસ સ્ટેશનમાં હુમલો

દિલ્હીની જામા મસ્જિદ પોલીસ સ્ટેશનમાં આરોપી દ્વારા પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. આરોપીને પકડવાની કાર્યવાહી દરમિયાન તેણે પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા અને આરોપીને પકડવા દરમિયાન પોલીસે ગોળી ચલાવી હતી. આ ઘટનાને પગલે પોલીસ સ્ટેશન પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાસ્થળેથી સમગ્ર બનાવના દૃશ્યો સામે આવ્યા છે. પોલીસ દ્વારા મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જાહેરાત












