Video: વડોદરા શહેર અને જિલ્લામાં છઠ્ઠ મહાપર્વને લઈને ભક્તિનો માહોલ, એક લાખથી વધુ પરિવારો પૂજામાં જોડાયા

વડોદરા શહેર અને જિલ્લામાં ઉત્તર ભારતીયોના પવિત્ર ધાર્મિક પર્વ છઠ્ઠ મહાપર્વની ભારે ઉત્સાહ અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. છઠ્ઠ પૂજાને લઈને મહીસાગર નદી, કોટના બીચ, કમલાનગર તળાવ, બાપોદ તળાવ અને કપુરાઈ તળાવ સહિતના વિવિધ સ્થળોએ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. વ્રતધારી મહિલાઓએ આથમતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરી પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. શહેરમાં એક લાખથી વધુ પરિવારો છઠ્ઠ માતાની પૂજામાં જોડાયા હોવાનું જાણવા મળ્યું છે.
જાહેરાત








