Video: છોટાઉદેપુરમાં રાજ્યકક્ષાના જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી

સોર્સ: gstv

છોટાઉદેપુરમાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યકક્ષાના જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. મુખ્યમંત્રીએ હેલિપેડ પર આગમન કર્યા બાદ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે ભવ્ય રોડ શો યોજાયો હતો અને આદિવાસી દેવી-દેવતાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત આદિવાસી લોકનૃત્યોની પ્રસ્તુતિ સાથે આદિજાતિ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓનું લોકાર્પણ કરાયું હતું. સાથે જ લાભાર્થીઓને સહાયનું વિતરણ અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત