Video: અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીએ સ્વાગત માટેની વિશેષ વ્યવસ્થાઓ દૂર કરવા આદેશ આપ્યો હોવાની સૂત્રોની માહિતી

ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટ પર તેમના સ્વાગત માટે કરવામાં આવેલી વિશેષ વ્યવસ્થા દૂર કરવાનો આદેશ આપ્યો હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાનના સ્વાગત માટે એરપોર્ટ પર પાથરવામાં આવેલી લાલ જાજમ હટાવવા સૂચના આપવામાં આવી હતી. જોકે, આ અંગે સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી. મહત્વનું એ પણ છે કે અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાનના આગમનના કોઈ ફોટોગ્રાફ્સ જાહેર કરવામાં આવ્યા નથી. માત્ર રાજ્યપાલ સાથેનો એક ફોટો જ રિલીઝ કરવામાં આવ્યો છે.
જાહેરાત







