સાબરકાંઠા: વડાલીમાં ડોક્ટરના વિદાય સમારંભની ઘેલછામાં ઈજાગ્રસ્તની સારવારમાં બેદરકારી, એકનું મોત.
સોર્સ : GSTV
સાબરકાંઠાના ઈડર-વડાલી હાઈવે પર વિનાયક હોટલ પાસે હીટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે. અજાણ્યા કાર ચાલકે બાઈકને અડફેટે લેતા એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો…આ અકસ્માત બાદ વડાલી સિવિલ હોસ્પિટલના તબીબોની ઘોર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલનો સ્ટાફ એક ડોક્ટરના વિદાય સમારંભની ઉજવણીમાં વ્યસ્ત હોવાથી ઇજાગ્રસ્તને સમયસર સારવાર ન મળી. આખરે ૧૦૮ ના કર્મચારીઓએ જ દર્દીને પ્રાથમિક સારવાર આપવી પડી હતી. ફરજ ચૂકેલા તબીબો સામે સોશિયલ મીડિયામાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને કડક પગલાં લેવાની માંગ થઈ રહી છે. વડાલી પોલીસે હાલ ફરાર કાર ચાલકની શોધખોળ અને મૃતકની ઓળખ વિધિ શરૂ કરી છે.

