Video: પાર્ટી કહેશે તો ચોથી વખત મુખ્યમંત્રી બનવા તૈયાર, ગેહલોતના નિવેદનથી સચિન પાયલટની વધી મુશ્કેલી

રાજસ્થાનમાં પંચાયતી રાજની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી જીત બાદ પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે મુખ્યમંત્રી પદને લઈને મોટું નિવેદન આપ્યું છે. ત્રણ વખત રાજસ્થાનના મુખ્યમંત્રી રહી ચૂકેલા ગેહલોતે કહ્યું કે તેમને ચોથી વખત મુખ્યમંત્રી બનવાની કોઈ ઈચ્છા નથી. જોકે, જો પાર્ટી હાઈકમાન્ડ ઈચ્છે અને પાર્ટીના હિતમાં નિર્ણય લે તો તેઓ ફરી આ જવાબદારી સંભાળવા તૈયાર છે. ગેહલોતે સ્પષ્ટ કર્યું કે તેઓ મુખ્યમંત્રી બનવા માટે વારંવાર દાવેદારી કરવા માગતા નથી અને યોગ્ય સમયે હાઈકમાન્ડ જ નિર્ણય લેશે. અગાઉ પણ તેમણે સચિન પાયલટને નાની ઉંમરમાં મોટા હોદ્દા આપ્યા હોવાનો ઉલ્લેખ કરી નિવેદન આપ્યું હતું. રાજસ્થાનમાં 2028ના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે ગેહલોતના આ નિવેદનથી રાજ્યના રાજકારણમાં ચર્ચા તેજ બની છે.
જાહેરાત















