Video: પાટણના રાધનપુરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મુલાકાત, ગચ્છાધિપતિ આચાર્ય અભયસૂરિજી મહારાજના આશીર્વાદ મેળવ્યા

રાધનપુર પધારેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિવાર સહિત ગુરુ ભગવંત આચાર્ય અભયસૂરિજી મહારાજના ચરણોમાં શીશ ઝુકાવી વંદન કર્યા હતા અને ધર્મલાભ લીધો હતો. ચાતુર્માસ નિમિત્તે યોજાયેલા આ ધાર્મિક પ્રસંગે સ્થાનિક જૈન સમાજમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત અનેક સ્થાનિક રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
જાહેરાત















