Video: દ્વારકા સરકારી હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોની અછતનો મુદ્દો ગુંજ્યો, 12 ખાલી જગ્યા તાત્કાલિક ભરવાની માગ

સોર્સ: gstv

દ્વારકામાં આરોગ્યની સુવિધાઓની કફોડી હાલતને લઈને લોકોને રસ્તા પર ઉતરવું પડ્યું. હોસ્પિટલમાં ખાલી પડેલી કુલ ૧૨ પ્રકારની જગ્યાઓ ભરવાની માંગ કરાઈ છે. જેમાં RMO, ઓર્થોપેડિક, આંખ-કાન-નાકના નિષ્ણાત, ડર્મેટોલોજિસ્ટ, સાઇકિયાટ્રિસ્ટ, રેડિયોલોજિસ્ટ, પેથોલોજિસ્ટ, માઇક્રોબાયોલોજિસ્ટ, વહીવટી અધિકારી, બે તબીબી અધિકારી અને એક બાયોમેડિકલ એન્જિનિયરની નિમણૂકનો સમાવેશ થાય છે. આ નિમણૂકોથી અકસ્માત, સર્જરી અને ૨૪ કલાકની ઇમરજન્સી સેવાઓ વધુ મજબૂત બનશે. આ ઉપરાંત, હોસ્પિટલમાં ICU, વેન્ટિલેટર, ઓક્સિજન પ્લાન્ટ, ડાયાલિસિસ મશીન, RO પ્લાન્ટ, જરૂરી દવાઓ અને આધુનિક લેબોરેટરી ઉપલબ્ધ કરાવવા તેમજ મેડિકલ સાધનોનું નિયમિત મેન્ટેનન્સ અને ટેકનિકલ ઓડિટ કરાવવાની પણ માંગ કરવામાં આવી છે. નાગરિકોએ સ્પષ્ટ કર્યું છે કે આ અભિયાન કોઈ વ્યક્તિ, અધિકારી કે સંસ્થાના વિરોધમાં નહીં, પરંતુ દ્વારકાના દરેક દર્દીને સમયસર, સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત સારવાર મળી રહે તે હેતુથી સંપૂર્ણપણે બિનરાજકીય અને બિનપક્ષીય રીતે કરવામાં આવી રહ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત