Video: દ્વારકાધીશ મંદિરમાં ફોટોગ્રાફી-વીડિયોગ્રાફી માટે નવી વ્યવસ્થા, રૂ. 2,500 ફી ચૂકવી મેળવી શકાશે મંજૂરી

સોર્સ: gstv

નવા નિર્ણય મુજબ, હવે ધ્વજાજી ચઢાવનારા અને વિશેષ ભોગ-મનોરથ કરાવનારા વૈષ્ણવો મંદિર પરિસરમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરાવી શકશે. જોકે, આ માટે મંદિર વ્યવસ્થાપક સમિતિની પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત રહેશે અને વૈષ્ણવોએ 2 હજાર 500 રૂપિયાની નિર્ધારિત ફી ચૂકવવાની રહેશે. મહત્વનું છે કે શ્રદ્ધાળુઓ માત્ર મંદિર દ્વારા નિયુક્ત કરાયેલા અધિકૃત ફોટોગ્રાફર પાસે જ નિયત શરતોને આધીન ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરાવી શકશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત