Video: મોરબી મનપા તંત્રનો મહત્વનો નિર્ણય; હિન્દુ સંગઠનોના ધરણા બાદ ગેરકાયદે કતલખાના સામે કાર્યવાહી

સોર્સ: gstv

મોરબીમાં ગેરકાયદેસર નોનવેજ દુકાનો અને કતલખાનાના મુદ્દે હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવેલા છ કલાકના ઉગ્ર ધરણા બાદ અંતે મહાનગરપાલિકા તંત્ર ઝૂક્યું છે. તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, શહેરના જે શક્તિચોક વિસ્તારમાં આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલે છે ત્યાં સઘન તપાસ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, સમગ્ર વિસ્તાર પર દેખરેખ રાખવા માટે સીસીટીવી કેમેરા લગાવવાનો પણ નિર્ણય લેવાયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત