Video: મોરબી-માળિયા હાઈવે પર સ્ટંટબાજ ગેંગનો આતંક, ઢાબાને બાનમાં લઈ કલાકો સુધી સ્ટંટ કર્યા

સોર્સ: gstv

મોરબી-માળિયા કચ્છ હાઈવે પર આવેલા વિશાલા ખોડિયાર ઢાબા હોટલ પાસે રાત્રીના સમયે બાઈક અને કાર સાથે 25થી વધુ યુવાનોની ગેંગ ધસી આવી હતી. આ સ્ટંટબાજ ગેંગે હોટલ પરિસરને બાનમાં લઈ કલાકો સુધી જોખમી સ્ટંટ કર્યા હતા. જેના કારણે એસટી બસ અને અન્ય વાહનોમાં આવેલા મુસાફરો તથા ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો હતો. ગેંગ મોટી હોવાથી સામાન્ય લોકો રોકટોક કરવા જતા પણ ડરી રહ્યા છે. આ ઘટનાને પગલે રાત્રિના સમયે હાઈવે પર પોલીસ પેટ્રોલિંગની કામગીરી સામે ગંભીર સવાલ ઉઠ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત