Video: પાટણના વરાણામાં 15 દિવસથી માઈનોર કેનાલમાં પાણી બંધ, ખેડૂતો આંદોલનના મૂડમાં

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામ નજીક આવેલી વરાણા માઈનોર કેનાલમાં છેલ્લા ૧૦ થી ૧૫ દિવસથી પાણી ન છોડવામાં આવતાં સ્થાનિક ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. હાલ શિયાળુ પાક માટે સિંચાઈના પાણીની ભારે જરૂરિયાત છે, પરંતુ કેનાલ કોરી રહેવાને કારણે ખેડૂતોનો મહેનતથી તૈયાર કરેલો ઊભો પાક સૂકાઈ જવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે. પાણી મેળવવા માટે ખેડૂતો રોજબરોજ ખેતરે ધરમધક્કા ખાવા મજબૂર બન્યા છે, જેના કારણે પરિવહન પાછળ પણ વધારાનો આર્થિક બોજ પડી રહ્યો છે. સિંચાઈ વિભાગના અધિકારીઓની બેદરકારી સામે ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને જો વહેલી તકે કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આમ, પાણીના અભાવે અન્નદાતાઓની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે.
જાહેરાત














