Video: પારાદીપમાં કલિંગ બાલી યાત્રાનો પ્રારંભ

ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ બંદર નગરી પારાદીપ ખાતે ઐતિહાસિક પારાદીપ કલિંગ બાલી યાત્રા મહોત્સવનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. ઓડિશાના પ્રાચીન દરિયાઈ વ્યાપાર, ગૌરવશાળી ઇતિહાસ અને નૌકા પરંપરાઓને જીવંત રાખવાના ઉદ્દેશ્યથી આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યની સાંસ્કૃતિક વિરાસત અને આર્થિક વિકાસમાં બંદરોના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રદર્શનો અને પરંપરાગત મેળાનું આયોજન થતા સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જાહેરાત












