મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: અલંગ બન્યું ગ્રીન રિસાયકલિંગ હબ

ગુજરાતનું અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ પર્યાવરણને અનુકૂળ ગ્રીન શિપ રિસાયકલિંગ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્રેસર બન્યું છે, જેના ક

તસવીર: GSTV

ગુજરાતનું અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ પર્યાવરણને અનુકૂળ ગ્રીન શિપ રિસાયકલિંગ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્રેસર બન્યું છે, જેના કારણે ભારત વિશ્વનો સૌથી મોટો શિપ રિસાયકલિંગ દેશ બની ગયો છે. અલંગના મોટાભાગના પ્લોટ્સે હવે હોંગકોંગ કન્વેન્શન ના કડક આંતરરાષ્ટ્રીય માપદંડો અપનાવી લીધા છે. અહીં જૂના જહાજોના ભંગારમાંથી સ્ટીલ અને અન્ય કિંમતી ધાતુઓનું સુરક્ષિત રીતે રિસાયકલિંગ કરવામાં આવે છે જે પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરે છે. આ પરિવર્તનથી ભારતીય અર્થતંત્રને મજબૂતી મળી છે અને હજારો લોકોને રોજગારી ઉપલબ્ધ થઈ છે. પ્રદૂષણ નિયંત્રણ અને મજૂરોની સુરક્ષાના ઉચ્ચ ધોરણો સાથે અલંગે પર્યાવરણ અને વિકાસનો ઉત્તમ સમન્વય સાધ્યો છે.

આ સમાચાર શેર કરો