મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અલંગમાં ડિમોલિશન સામે પ્રચંડ વિરોધનો જુવાળ, મજૂરોએ હડતાળ રાખી મામલતદારને રજૂઆત કરી

VIDEO: ભાવનગર જિલ્લામાં આવેલા એશિયાના સૌથી

VIDEO: ભાવનગર જિલ્લામાં આવેલા એશિયાના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડ અલંગ અને મણાર ગામની સરકારી પડતર તથા ગૌચર જમીનમાં દબાણ દૂર કરવા સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 17 ડિસેમ્બરે અલંગ અને મણારમાં ડિમોલિશન હાથ ધરાવાનું હોવાથી આ અંગેનો ભારે વિરોધ શરૂ થયો છે.

અલંગમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજૂરો મજૂરી કરવા માટે આવ્યા હોય ત્યારે તેઓએ ટેમ્પરરી વસવાટ માટે ઝૂંપડીઓ મકાનો બનાવેલ હોય આ ઉપરાત અન્ય બાંધકામો કરી દબાણો કરાયા હોય જે દબાણ દૂર કરવાની કાર્યવાહી સામે વિરોધનો વંટોળ ઊભો થયો છે અને મોટી સંખ્યામાં લોકો આજે તળાજા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને લેખિત રજૂઆત કરી હતી. 

આ સમાચાર શેર કરો