Video: કવિ રાજેન્દ્ર શુક્લના નિધનપર કટાર લેખક જય વસાવડાએ સ્મરણાંજલિ અર્પણ કરી, કહ્યું... ગુજરાતી ભાષાનો ઘેઘૂર અવાજ આજે સદા માટે મૌન !

ગુજરાતના જાણીતા કવિ અને ગઝલકાર રાજેન્દ્ર શુક્લના નિધનથી સમગ્ર ગુજરાતી સાહિત્ય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ દુઃખદ અવસરે જાણીતા કટાર લેખક જય વસાવડાએ પણ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. જય વસાવડાએ કવિ રાજેન્દ્ર શુક્લની પોતાના પિતા સાથેની ગાઢ મિત્રતાને યાદ કરીને પોતાના બાળપણ અને હોમ સ્કૂલિંગના સંસ્મરણો યાદ કર્યા હતા. તેમણે કવિના જુદા જ પ્રકારના આધ્યાત્મના દર્શનથી લઈને તેમના બાળ કાવ્યોના મહત્ત્વનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો હતો. અંતમાં જય વસાવડાએ ઊંડા દુઃખ સાથે જણાવ્યું હતું કે રાજેન્દ્ર શુક્લના જવાથી ગુજરાતી ભાષાનો એક ઘેઘૂર અવાજ આજે સદા માટે મૌન થઈ ગયો છે.
જાહેરાત
















