Video: ભરૂચમાં ખાણ ખનીજ વિભાગનો સપાટો, ગેરકાયદેસર રેતી વહન કરતા 6 વાહનો મળી 1.70 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો

સોર્સ: gstv

તપાસ ટીમે ભરૂચ-દહેજ, આમોદ-જંબુસર અને ઝઘડિયા-રાજપારડી રોડ પર સઘન તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન રોયલ્ટી પાસ કે પરવાનગી વિના સાદી રેતીનું વહન કરતા 4 અને અન્ય ખનિજનું બિનઅધિકૃત વહન કરતા 2 વાહનો રંગેહાથ ઝડપાયા હતા. વિભાગે તમામ 6 વાહનોને સ્થળ પર જ સીઝ કરીને વાહનમાલિકો વિરુદ્ધ 12 લાખ 10 હજાર રૂપિયાની દંડનીય વસૂલાતની કાર્યવાહી હાથ ધરી છે. તંત્રની આ ઓચિંતી કાર્યવાહીથી ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત