Video: જાફરાબાદ નજીક સરકેશ્વર બીચ વિસ્તારમાં પોલીસ આવાસમાં સિંહણની લટાર

અમરેલી જિલ્લાના જાફરાબાદ નજીક સરકેશ્વર બીચ વિસ્તારમાં મોડી રાત્રે સિંહણની લટારથી ફફડાટ ફેલાયો છે. સરકેશ્વર બીચ નજીક આવેલા પોલીસ આવાસમાં સિંહણ અચાનક આવી પહોંચી હતી. પોલીસ આવાસમાં સિંહણે બિન્દાસ્ત લટાર મારી હતી અને એક રૂમનું બારણું પણ ખોલ્યું હતું. ત્યારબાદ સિંહણ ત્યાંથી પરત ફરી ગઈ હતી. સિંહણની આ સમગ્ર હિલચાલ મોબાઈલ કેમેરામાં કેદ થઈ છે. દરિયાઈ કાંઠાના આ વિસ્તારમાં અવારનવાર સિંહોની અવરજવર જોવા મળતી હોવાથી સ્થાનિકોમાં પણ સિંહોની લટાર ચર્ચાનો વિષય બની છે.
જાહેરાત
















