Video: સુપ્રસિદ્ધ કવિ અને ગઝલકાર રાજેન્દ્ર શુક્લને હતી હૃદય સંબંધિત બીમારી, નિધનથી પરિવાર શોકમગ્ન

સોર્સ: gstv

સુપ્રસિદ્ધ કવિ અને ગઝલકાર રાજેન્દ્ર શુક્લના નિધનથી પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી છે. તેમના પુત્ર ધૈવત શુક્લએ પિતાના નિધનને કવિ જગત માટે મોટી ખોટ ગણાવી છે, સાથે જ પરિવાર માટે પણ આ અસહ્ય ખોટ હોવાનું જણાવ્યું છે. ધૈવત શુક્લના જણાવ્યા અનુસાર, રાજેન્દ્ર શુક્લ તાજેતરમાં હૃદય સંબંધિત બીમારીથી પીડાઈ રહ્યા હતા. તેમની સારવાર અને ઓપરેશન બાદ આજે તેમનું નિધન થયું હતું. જીવનની અંતિમ ક્ષણો પહેલાં પણ કવિ મિજાજ જાળવી રાખતા રાજેન્દ્ર શુક્લએ પરિવારજનોને 'અજવાળા... અજવાળા... અજવાળા...' શબ્દો કહ્યા હતા. તેમના આ અંતિમ શબ્દો પરિવારજનો માટે ભાવુક સંભારણું બની રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત