Video: ગુજરાતી સાહિત્યનો સિતારો ખરી પડ્યો, કવિ અને ગઝલકાર રાજેન્દ્ર શુક્લના નિધનથી સાહિત્ય જગતમાં શોકની લાગણી

ગુજરાતી સાહિત્ય જગત માટે આજે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સુપ્રસિદ્ધ ગિરનારી કવિ અને જાણીતા ગઝલકાર રાજેન્દ્ર શુક્લનું આજે સવારે અમદાવાદ ખાતે નિધન થયું છે. મૂળ જૂનાગઢ જિલ્લાના બાંટવાના વતની રાજેન્દ્ર શુક્લએ ગુજરાતી કવિતા અને ગઝલ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેમની સર્જનાત્મક કલમ અને સાહિત્ય પ્રત્યેના સમર્પણે ગુજરાતી સાહિત્યમાં આગવી ઓળખ અપાવી હતી. સાહિત્ય ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ તેમને નરસિંહ મહેતા એવોર્ડ સહિત અનેક પ્રતિષ્ઠિત સન્માનોથી નવાજવામાં આવ્યા હતા. તેમના નિધનથી ગુજરાતી સાહિત્ય જગતમાં શોકની લાગણી વ્યાપી છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તેમના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે.
જાહેરાત














