Video: ગંભીર આક્ષેપો બાદ ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીનું મૌન તૂટ્યું, બે દિવસ બાદ લૂલો બચાવ કર્યો

સોર્સ: gstv

સોશિયલ મીડિયામાં વિવાદ પર સફાઈ આપતા ધારાસભ્યએ ભોગ બનનાર મનીષ ઝાલાવાડીયા પર પૂર્વયોજિત કારસાનો આક્ષેપ લગાવ્યો છે. મનીષ કેમેરાવાળી બોલપેન રાખીને ફરતા હોવાનો અને ગરબીમાં ગાળો બોલાયાનો પ્રતિઆક્ષેપ તેમણે કર્યો છે. ડ્રાઈવર પરેશ સાથે વિવાદ હોવાની કબૂલાત સાથે ઉમા ખોડલ ગરબીમાં દર વર્ષે યથાશક્તિ ફાળો આપતા હોવાની સ્પષ્ટતા કરી છે. 2022માં વાહન-ડીજે ભાડે લીધાનું સ્વીકારી 2024માં વાહન ન લીધાનો ખુલાસો કર્યો, તેમજ હિજરતની વાતને ભ્રામક ગણાવી અગાઉ માફી માંગી હોવાનો દાવો પણ કર્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત