Video: જૂનાગઢના ગિરનાર પર્વત પર ભક્તોનો ભારે ઘસારો, પગથિયાં પર શ્રદ્ધાળુઓની લાંબી કતારો લાગી

ધાર્મિક માન્યતા મુજબ પરિક્રમા બાદ ગિરનાર દર્શનનું વિશેષ મહત્વ હોવાથી છેલ્લા બે-ત્રણ દિવસથી ભક્તોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ઊંચા શિખરો તરફ જતા પર્વતીય માર્ગો પર ભારે ચહલપહલ જોવા મળી રહી છે. શ્રદ્ધાળુઓ ભારે ઉત્સાહ અને ભક્તિભાવ સાથે અંબાજી ટૂંક પર માતાજીના દર્શન કરી દત્તાત્રેય ટૂંક તરફ આગળ વધી રહ્યા છે. ભગવાન દત્તાત્રેયના દર્શન કરી ભક્તો પગપાળા યાત્રા પૂર્ણ કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. ભક્તોની ભારે ભીડને જોતા સુરક્ષા અને વ્યવસ્થા પર પણ સતત નજર રાખવામાં આવી રહી છે.
જાહેરાત
















