Video: કુંવરજી કે તેમના પુત્રના ચૂંટણી લડવા પર જસદણ કોંગ્રેસના નેતા અવસર નાકિયાનું મોટું નિવેદન, “ટિકિટ મળશે તો કુંવરજી બાવળિયાને ‘ભરી પીવા’નો પડકાર”

રાજકોટના જસદણ વિસ્તારના કોળી સમાજના અગ્રણી અને કોંગ્રેસના નેતા અવસર નાકિયાએ આગામી ચૂંટણી અને સ્થાનિક રાજકારણને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી લડવાની ઈચ્છા તો દરેકને હોય છે પરંતુ અંતિમ નિર્ણય પક્ષ દ્વારા લેવામાં આવતો હોય છે, અને જો કોંગ્રેસ તેમને ટિકિટ આપશે તો તેઓ કુંવરજી બાવળિયાને ભરી પીશે. ભ્રષ્ટાચાર સહિતના વિવિધ મુદ્દે કુંવરજી બાવળિયા પર આકરા પ્રહારો કરતાં અવસર નાકિયાએ ભાજપ પર રૂપિયાના જોરે ચૂંટણી જીતવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત કુંવરજી બાવળિયાના પુત્ર ડો. મનીષ બાવળિયાના ચૂંટણી લડવાની ચર્ચાઓ અંગે પ્રતિક્રિયા આપતાં તેમણે પડકાર ફેંક્યો હતો કે ભાજપ પોતાના દીકરાને મેદાનમાં ઉતારે કે અન્ય કોઈને પણ ઉતારે, તેઓ તેમને ચોક્કસ હરાવશે. અંતમાં તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે કુંવરજીભાઈ બાવળિયા જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે જનતાનો અવાજ ઉઠાવતા હતા, પરંતુ હવે તેઓ અવાજ ઉઠાવતા નથી અને જસદણની જનતા આ બધું સારી રીતે જાણે છે.















