Video: વૌઠાના મેળા પૂર્વે પ્રદૂષણનો મુદ્દો ગરમાયો, સામાજિક કાર્યકર્તાએ તંત્રની કામગીરી સામે ઉઠાવ્યા ગંભીર સવાલ

સોર્સ: gstv

વૌઠામાં સાત નદીઓના સંગમમાંથી પાંચ નદીઓ શુદ્ધ છે, પરંતુ સાબરમતી અને ખારી નદીમાં અત્યંત પ્રદૂષિત અને ઝેરી ગેસવાળું પાણી વહી રહ્યું છે. અમદાવાદના પીરાણા અને ધોળકાના ઔદ્યોગિક એકમોનું ટ્રીટ કર્યા વગરનું ગંદુ પાણી સીધું નદીમાં ઠલવાઈ રહ્યું હોવાનો દાવો કરાયો છે. GPCB અને AMCની નોટિસો છતાં સ્થિતિ યથાવત છે. છેલ્લા 20 વર્ષથી કલેક્ટર, મુખ્યમંત્રી અને હાઈકોર્ટ સુધી રજૂઆતો કરવા છતાં માત્ર કાગળ પર જ કાર્યવાહી થતી હોવાનો આક્ષેપ કરાયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત