Video: ધોળકા તાલુકામાં સપ્ત નદીઓના સંગમ કિનારે વૌઠાના મેળાનો શુભારંભ

અમદાવાદના ધોળકા તાલુકામાં સપ્ત નદીઓના સંગમ કિનારે પાંચ દિવસીય વૌઠાના મેળાનો શુભારંભ થયો છે... ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી અને સાધુ-સંતોના હસ્તે રિબિન કાપીને વૌઠાના મેળાને ખુલ્લો મુકાયો હતો. વૌઠા ગ્રામ પંચાયત અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓ માટે ૩૦ ફૂટ પહોળા રસ્તા, સીસીટીવી કેમેરા તેમજ સપ્ત સંગમ સ્થાને સ્નાન માટે વાત્રક નદીમાંથી શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. મેળામાં મોટા ચકડોળ, જળપરી અને મોતના કૂવા સહિતની વિવિધ રાઇડ્સ આકર્ષણનું કેન્દ્ર બની છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ૧ ડીવાયએસપી, ૮ પીઆઈ, ૨૨ પીએસઆઈ સહિત પોલીસ, હોમગાર્ડ, જીઆરડી અને એસઆરપીના ૧૦૯૦થી વધુ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
જાહેરાત















