Video: સાવલીના મેવલી ગામે પાણીની લાઇનમાં લીકેજ, હજારો લીટર પાણીનો વેડફાટ

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મેવલી ગામ નજીક પાણીની લાઇનમાં લીકેજ થતાં હજારો લીટર કિંમતી પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે. લાઇનમાં ભંગાણ થવાને કારણે સતત પાણી બહાર નીકળીને પડતર જગ્યામાં વહી રહ્યું છે, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. એક તરફ પાણીની તંગી સર્જાઈ રહી છે અને ખેડૂતો સિંચાઈ માટે પાણી મેળવવા વલખાં મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ આ પ્રકારે પાણીનો બગાડ થતાં તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
જાહેરાત














