VIDEO: પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે યુક્રેનના પ્રતિનિધિ મંડળે કર્યા મહાકાળી માતાજીના દર્શન
સોર્સ : gstv
પંચમહાલ જિલ્લામાં આવેલા જગપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે યુક્રેનનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ ખાસ મુલાકાતે આવ્યું હતું. યુક્રેન દૂતાવાસના મિનિસ્ટર-કાઉન્સેલરના નેતૃત્વ હેઠળ આવેલા આ પ્રતિનિધિ મંડળે શક્તિપીઠ મહાકાળી મંદિરમાં શીશ નમાવી વિધિવત પૂજા-અર્ચના કરી હતી. આ મુલાકાત દરમિયાન વિદેશી મહેમાનોએ મંદિરના ઐતિહાસિક, પૌરાણિક અને ધાર્મિક મહત્વ વિશે ખૂબ જ રસપૂર્વક માહિતી મેળવી હતી. પ્રતિનિધિ મંડળના સભ્યો પાવાગઢના પવિત્ર આધ્યાત્મિક વાતાવરણ અને ભારતીય સાંસ્કૃતિક વારસાથી ભારે પ્રભાવિત થયા હતા અને તેના મુક્તકંઠે વખાણ કર્યા હતા. આ આધ્યાત્મિક મુલાકાત આગામી સમયમાં ભારત અને યુક્રેન વચ્ચેના સાંસ્કૃતિક અને મૈત્રીપૂર્ણ સંબંધોને એક નવી ઊંચાઈએ લઈ જવામાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી.

