Video: 20 નવેમ્બરથી વૌઠામાં ભરાશે ગુજરાતનો સુપ્રસિદ્ધ લોકમેળો

ગુજરાતના સુપ્રસિદ્ધ વૌઠાના લોકમેળાનો આગામી 20 નવેમ્બરથી ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. સાત નદીઓના સંગમ સ્થાન સપ્ત સંગમ તીર્થ અને ચકલેશ્વર મહાદેવના પટાંગણમાં યોજાનારા આ મેળાને લઈને વૌઠા ગ્રામ પંચાયત અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. લાખો શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સમગ્ર મેળા પરિસરમાં સીસીટીવી કેમેરા દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે. સાબરમતી નદીમાં દૂષિત પાણી આવતું હોવાથી શ્રદ્ધાળુઓ માટે એન્જિન મારફતે વાત્રક નદીનું શુદ્ધ પાણી લાવી ફુવારા દ્વારા સ્નાનની વિશેષ વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત ભીડના નિયંત્રણ માટે મોટા રસ્તાઓ તૈયાર કરાયા છે અને સ્વચ્છતા જાળવવા સફાઈ કામદારો તૈનાત રહેશે.
જાહેરાત













