Video: હિમાચલ પ્રદેશના શિમલા નજીક આવેલા ધામી ગામમાં પથ્થરમારો મેળાની અનોખી પરંપરા

હિમાચલ પ્રદેશના શિમલા નજીક આવેલા ધામી ગામમાં 400 વર્ષથી વધુ જૂની પરંપરા ધરાવતા પથ્થરમારો મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષોથી ચાલી આવતી આ અનોખી પરંપરાને નિહાળવા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. આ મેળામાં પરંપરાગત રીતે બે જૂથો વચ્ચે પથ્થરમારાની વિધિ યોજાય છે, જે ગામની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખનો એક ભાગ છે. પેઢી દર પેઢી આ પરંપરાનું જતન કરવામાં આવી રહ્યું છે અને આજે પણ યુવાનો ઉત્સાહપૂર્વક તેમાં ભાગ લઈ રહ્યા છે. રાજપરિવારના સભ્યો અને મેળાના આયોજકોએ આ ઐતિહાસિક પરંપરાને જીવંત રાખવાના પ્રયાસો વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
જાહેરાત







