Video: અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને બી.જે. મેડિકલ કોલેજ ખાતે 'વર્લ્ડ AMR અવેરનેસ વીક-2026' અંતર્ગત ભવ્ય જનજાગૃતિ રેલી યોજાઈ

સોર્સ: gstv

સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉક્ટર રાકેશ જોષીએ ટ્રોમા સેન્ટરથી આ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીમાં આશરે 400 તબીબો નર્સિંગ સ્ટાફ અને મેડિકલ વિદ્યાર્થીઓએ બ્લુ કેપ પહેરીને ઉત્સાહભેર ભાગ લીધો હતો. રેલીના સમાપન સમયે સૌને AMR અટકાવવા માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. એન્ટિબાયોટિક્સના યોગ્ય ઉપયોગને સુનિશ્ચિત કરવા માટે 610 પ્રિસ્ક્રિપ્શનનું ઓડિટ તેમજ 19 ટીમો વચ્ચે ક્વિઝ સ્પર્ધાનું પણ સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો

જાહેરાત