Video: વડોદરામાં આગામી 25 નવેમ્બરથી વિશ્વ કલ્યાણ મહોત્સવનો ભવ્ય પ્રારંભ, શ્રીમદ્ ભાગવત સત્સંગ સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે

સોર્સ: gstv

વડોદરાના વાઘોડિયા રોડ સ્થિત રેવાપાર્ક ગરબા ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ મહોત્સવમાં શ્રીમદ્ ભાગવત સત્સંગ સાથે વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાશે. મહારાજશ્રીની 60 વર્ષની સેવામય જીવનયાત્રાને વંદનરૂપે દીકરીઓને વિદ્યાદાન, ભૂખ્યાને અન્નદાન, પ્રકૃતિને વૃક્ષદાન અને જ્ઞાનદાન જેવી સેવાપ્રવૃત્તિઓને વિશેષ પ્રાધાન્ય અપાશે. યુવા વૈષ્ણવાચાર્ય શ્રી આશ્રયકુમારજી અને શ્રી શરણમકુમારજી મહોદયશ્રીના માર્ગદર્શન હેઠળ યોજાનારા આ મહોત્સવ અંગે પત્રકાર પરિષદમાં વિગતો રજૂ કરાઈ હતી, જેનો મુખ્ય ઉદ્દેશ યુવા પેઢીમાં સંસ્કાર અને વિશ્વકલ્યાણનો સંદેશ પહોંચાડવાનો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત