Video: બાળક ગુમ થવાના મામલે બેદરકારીને લઈને કાર્યવાહી, રાજકોટ રેલવે પોલીસના મહિલા ASI સસ્પેન્ડ

સોર્સ: gstv

રાજકોટ રેલવે પોલીસની ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ SP યશપાલ જગાણીયાએ દ્વારા કડક કાર્યવાહી કરીને મહિલા ASIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટ રેલવે સ્ટેશન પરથી બાળક ગુમ થતાં તેના મામા ફરિયાદ નોંધાવવા રેલવે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, પરંતુ તે સમયે ફરજ પર રહેલા મહિલા ASI અને PSO કામિનીબેન મારણકા ગોદડું ઓઢીને સુતા હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં, તેમણે ફરિયાદીને ૨૪ કલાક રાહ જોયા બાદ ફરિયાદ કરવા આવવાનું જણાવ્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જોકે, ત્યારબાદ પોલીસે ગુમ થયેલા બાળકને સહીસલામત શોધી કાઢ્યું હતું. જેને લઈને પરિવારે પોલીસનો આભાર પણ માન્યો

આ સમાચાર શેર કરો

જાહેરાત