Video: માળીયા હાટીના તાલુકાના ચોરવાડ ગામે મંદિર નજીક સિંહ પરિવાર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ

સોર્સ: gstv

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના ચોરવાડ ગામે સિંહ પરિવારના આંટાફેરાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામમાં આવેલા ઝુંડ ભવાની માતાજીના મંદિર નજીક સિંહ પરિવાર લટાર મારતો જોવા મળ્યો હતો. રહેણાંક વિસ્તારની નજીક સિંહ પરિવારની અવરજવરથી લોકોમાં ચિંતાનો માહોલ છે. સિંહ પરિવારની લટારના દૃશ્યો સામે આવતા ગ્રામજનોમાં સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે આ વિસ્તારમાં સિંહોની અવરજવર અટકાવવા અને લોકોની સુરક્ષા માટે વન વિભાગ શું કામગીરી કરે છે તેના પર સૌની નજર છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત