Video: ભરૂચમાં દબાણ હટાવ ઝુંબેશ

સોર્સ: gstv

ભરૂચના જાહેર રસ્તાઓ પર વધતા જતા ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. જેમાં કસક સર્કલથી ઝાડેશ્વર ચોકડી સુધીના મુખ્ય માર્ગ પર દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન ભરૂચના પ્રાંત અધિકારી, મામલતદાર અને નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા અને સમગ્ર કાર્યવાહીનું નિરીક્ષણ કર્યું હતું. દબાણ હટાવવાની પ્રક્રિયા વેળાએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તંત્રની આ કાર્યવાહીના પગલે દબાણકર્તાઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. હવે જોવાનું એ રહેશે કે તંત્રની આ ઝુંબેશ માત્ર એક દિવસ પૂરતી સીમિત રહે છે કે પછી શહેરના તમામ મુખ્ય માર્ગોને દબાણમુક્ત રાખવા માટે કાયમી અભિયાન બને છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત