Video: રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં કોર્પોરેટરના પતિની દખલગીરીથી વિવાદ

રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં પતિ દ્વારા કોર્પોરેટર પત્નીને સૂચના આપવાના મામલે વિવાદ સર્જાયો છે. આ સમગ્ર ઘટનાને લઈને રાજકોટના મેયર ડોક્ટર નેહલ શુકલે જણાવ્યું કે વાયરલ વીડિયો કે ઉપલબ્ધ વીડિયોના આધારે સમગ્ર ઘટનાની તપાસ કરાવવામાં આવશે. આ મામલે પતિ અને કોર્પોરેટર પત્ની બંનેને રૂબરૂ બોલાવવામાં આવશે. ત્યારબાદ જરૂરી જણાશે તે મુજબ સૂચનાઓ આપવામાં આવશે તેમ મેયરે સ્પષ્ટ કર્યું છે.
જાહેરાત















