Video: દિલ્હીમાં મેજર જનરલ જી.ડી. બક્ષીના પુસ્તકનું વિમોચન સાથે ઓડિટોરિયમનું ઉદ્ઘાટન

સોર્સ: gstv

દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાના હસ્તે સાઉથ એશિયન યુનિવર્સિટીમાં ઓડિટોરિયમ-2નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેજર જનરલ ડૉ. જી.ડી. બક્ષીની પુસ્તક વેદા લેંગ્વેજ ઓફ લાઇફ – ફ્રોમ સેક્રેડ સાઉન્ડ ટુ ડીએનએ-આરએનએ’નું વિમોચન પણ કરાયું હતું. જી.ડી. બક્ષીએ જણાવ્યું કે જે દેશ પોતાનાં મૂળ અને સભ્યતાના વારસાને ભૂલી જાય છે તે નબળો બની જાય છે. તેમણે પોતાના પુસ્તકમાં વેદો અને આધુનિક વિજ્ઞાન, ગણિત, ક્વોન્ટમ મિકેનિક્સ તથા બાયોટેક્નોલોજી વચ્ચેના સંબંધો સમજાવવાનો પ્રયાસ કર્યો છે. વૈદિક છંદશાસ્ત્ર અને ફિબોનાચી શ્રેણી વચ્ચેની સમાનતાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. કાર્યક્રમમાં વિજેન્દ્ર ગુપ્તાએ પુસ્તકને અનોખી કૃતિ ગણાવી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત