Video: ગજરાજના બચ્ચા 'રાજા' વનતારામાં એરલિફ્ટ, રાજાને આસામથી વનતારાલઈ જવાની પ્રક્રિયા

આસામથી ગજરાજના બચ્ચા રાજા ને જીવનરક્ષક અને વિશેષ હોસ્પિટલ સારવાર આપવા માટે હવાઈ માર્ગે વનતારા ખસેડવાની મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે.માત્ર સાત અઠવાડિયાના ગજરાજની બચ્ચાનું જાંઘનું હાડકું તૂટી જતાં તાત્કાલિક અત્યાધુનિક તબીબી સારવારની જરૂરિયાત ઊભી થઈ હતી.અનંત અંબાણીના સક્રિય પ્રયાસ અને સંકલનથી આ રેસ્ક્યૂ તથા એરલિફ્ટ મિશન શક્ય બન્યું છે અને ભારતમાં આ પ્રકારનું આ ત્રીજું એરલિફ્ટ છે.વનતારા ખાતે નિષ્ણાત પશુચિકિત્સકો અને આધુનિક સુવિધાઓ હેઠળ રાજાને નવજીવન આપવાના પ્રયાસો કરવામાં આવશે, જેને લઈને વન્યજીવ પ્રેમીઓમાં આશાની નવી કિરણ જાગી છે.
જાહેરાત













