Video: સિદ્ધપુર મેળામાં ફૂડ વિભાગનું ચેકિંગ, ૨૭ ફૂડ વેક્રેતાઓને ત્યાં તપાસ, ૫૫ કિલો બિનઆરોગ્યપ્રદ ખોરાકનો નાશ •

સોર્સ: gstv

કારતક પૂનમના પાવન અવસરે સિદ્ધપુર ખાતે યોજાયેલા મેળામાં નાગરિકોને સ્વચ્છ અને સુરક્ષિત ખાદ્યચીજવસ્તુઓ મળી રહે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાટણ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. ફૂડ સેફ્ટી ઑફિસર અને ફૂડ સેફ્ટી વાન ટીમે મેળામાં ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા વિવિધ એકમો પર ચેકિંગ કર્યું હતું. આ તપાસ દરમિયાન કુલ ૨૭ પેઢીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી મળી આવેલી આશરે ૫૫ કિલોગ્રામ બિનઆરોગ્યપ્રદ ખાદ્યચીજવસ્તુઓનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત