VIDEO: પાટણ: સિદ્ધપુરના ડીનડરોલ ગામે પ્રાથમિક શાળામાં ગ્રામજનોએ કરી તાળાબંધી, શિક્ષણ કાર્ય પ્રભાવિત થયો
પાટણના સિદ્ધપુર તાલુકાના ડીનડરોલ ગામે આવેલી પ્રાથમિક શાળામ

પાટણના સિદ્ધપુર તાલુકાના ડીનડરોલ ગામે આવેલી પ્રાથમિક શાળામાં આચાર્ય, શિક્ષકો અને એસએમસી સભ્યો વચ્ચેના મતભેદોને કારણે ગ્રામજનોએ વિરોધ નોંધી શાળાને તાળાબંધી કરી હતી. આ વિવાદના પગલે ગ્રામજનોએ શિક્ષણનો બહિષ્કાર કર્યો હતો...એસએમસીના સભ્યોનો આક્ષેપ છે કે આંતરિક મતભેદોના કારણે બાળકોના શૈક્ષણિક કાર્ય પર માઠી અસર પડી છે. ઘટનાની જાણ થતાં તંત્ર દ્વારા સમજાવટના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, જેના અંતે બાળકોને બપોર પછી રજા આપીને શાળાનો મુખ્ય ગેટ ખોલી નાખવામાં આવ્યો હતો. આ મામલે વહેલી તકે યોગ્ય ઉકેલ લાવવાની માંગ ઉઠી છે.



