Video: જૂનાગઢના ભાજપના ધારાસભ્ય સંજય કોરાડિયાને ખંડણીની ધમકી, 3 લાખની માંગણી

સોર્સ: gstv

જૂનાગઢના ભાજપના ધારાસભ્ય સંજય કોરાડિયાને અજાણ્યા શખ્સે ફોન કરીને ખંડણીની ધમકી આપતા રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચ્યો છે. અજાણ્યા શખ્સે ધારાસભ્ય પાસે 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને નાણાં નહીં આપે તો નકલી ચલણના કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, ધારાસભ્યના પરિવારને પણ નુકસાન પહોંચાડવાની ચીમકી આપવામાં આવી હતી. આ મામલે ધારાસભ્યના સેક્રેટરી હર્ષ ગોઠીએ જૂનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ખંડણીનો ગુનો નોંધી મોબાઇલ નંબર અને કોલ ડિટેલ્સના આધારે તપાસ શરૂ કરી છે. આરોપીને ઝડપી પાડવા સાયબર અને ટેકનિકલ ટીમો પણ કામે લાગી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત