Video: રાજકોટ PDU મેડિકલ કોલેજના 14 વિદ્યાર્થીઓ સસ્પેન્ડ

રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાં રેગિંગનો ગંભીર બનાવ સામે આવતા કોલેજ તંત્ર દ્વારા કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે. આ મામલે MBBS માં અભ્યાસ કરતા કુલ 14 વિદ્યાર્થીઓને દોષિત ઠેરવી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોલેજ પ્રશાસનના નિર્ણય મુજબ, બીજા અને ત્રીજા વર્ષના સાત વિદ્યાર્થીઓને બે મહિના માટે શૈક્ષણિક કાર્ય તેમજ હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરાયા છે. આ ઉપરાંત, બીજા વર્ષના અન્ય બે વિદ્યાર્થીઓને એક મહિના માટે જ્યારે બાકીના પાંચ વિદ્યાર્થીઓને બે અઠવાડિયા માટે શૈક્ષણિક કાર્ય અને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરવાનો આદેશ અપાયો છે. કેમ્પસમાં શિસ્ત જળવાઈ રહે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે હેતુથી તંત્ર દ્વારા આ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જાહેરાત















