ગુજરાતની વિવિધ કોલેજોમાં રેગિંગની 3 ઘટનાઓ, વડોદરા-રાજકોટના 19 વિદ્યાર્થીઓ સસ્પેન્ડ

ગુજરાતની વિવિધ કોલેજોમાં રેગિંગની 3 ઘટનાઓ, વડોદરા-રાજકોટના 19 વિદ્યાર્થીઓ સસ્પેન્ડ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ગુજરાતની મેડિકલ કોલેજમાં રેગિંગની ત્રણ જુદી જુદી ઘટનાઓમાં વડોદરા અને રાજકોટમાં 19 વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી હકાલપટ્ટી કરવામાં આવતાં મેડિકલ સ્ટુડન્ટ્સ વર્તુળમાં ભારે ચકચાર મચી જવા પામી છે. વડોદરાની જીએમઈઆરએસ મેડિકલ કોલેજ, ગોત્રી અને રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજમાં રેગિંગના ત્રણ અલગ-અલગ કેસમાં કુલ 19 મેડિકલ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

રાજકોટની કોલેજના 14 અને વડોદરાની કોલેજના 5 વિદ્યાર્થી સસ્પેન્ડ

જાહેરાત

રાજકોટની મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનાઓમાં 14 વિદ્યાર્થીઓને એક સપ્તાહથી લઈને બે મહિના સુધીના સમયગાળા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે વડોદરાની ગોત્રી સ્થિત જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં 5 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ફરિયાદના 12 કલાકમાં રિપોર્ટ મેળવી તપાસ કરી કાર્યવાહી

વડોદરાની જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષના એમબીબીએસ વિદ્યાર્થીઓ સાથે રેગિંગ થયાની ફરિયાદ મળ્યા બાદ 12 કલાકમાં રિપોર્ટ મેળવવામાં આવ્યો હતો અને સમગ્ર ઘટનાની તપાસ માટે એન્ટી-રેગિંગ કમિટીની રચના કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વિદ્યાર્થીઓના નિવેદનો પરથી કેટલાક વિદ્યાર્થીઓને માનસિક હેરાનગતિનો ભોગ બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ મામલે ત્રીજા વર્ષના 5 વિદ્યાર્થીઓને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

7 વિદ્યાર્થીઓ 2 મહિના, 2 વિદ્યાર્થીઓ 1 મહિના માટે સસ્પેન્ડ

બીજી તરફ, રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાં પણ રેગિંગની ફરિયાદો અંગે એન્ટી-રેગિંગ કમિટીએ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. તપાસમાં પ્રથમ વર્ષના એમબીબીએસ વિદ્યાર્થીઓને હેરાનગતિ કરવાના મામલે બીજા વર્ષના 7 વિદ્યાર્થીઓને 2 મહિના માટે હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અન્ય 2 વિદ્યાર્થીઓને 1 મહિના માટે અને 5 વિદ્યાર્થીઓને 2 સપ્તાહ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ફટાકડા ફોડવા અંગેના વિવાદ બાદ માનસિક હેરાનગતિની ફરિયાદ

ગોત્રી જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં બુધવારે રાત્રે ફટાકડા ફોડવા અંગેના વિવાદ બાદ 3 વિદ્યાર્થીઓને સાથી વિદ્યાર્થીઓ દ્વારા માનસિક હેરાનગતિ કરવામાં આવી હોવાનું સામે આવતાં કોલેજના ડીન તેમજ નેશનલ મેડિકલ કમિશન સમક્ષ ફરિયાદ થઈ છે.

વિદ્યાર્થીઓ પોતાની વર્તણૂક સુધારે, નહીં તો સજા ભોગવવી પડશે: આરોગ્ય મંત્રી

રાજ્યના આરોગ્યમંત્રીએ રેગિંગના મુદ્દે વલણ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, રેગિંગ સામે સરકાર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે અને આવી પ્રવૃત્તિ કરનાર વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ પોતાની વર્તણૂક સુધારવી જોઈએ, અન્યથા તેમને સજા ભોગવવી પડશે. અગાઉ રેગિંગના કેસોમાં સસ્પેન્શનનો સમયગાળો એકથી બે વર્ષ સુધીનો રહેતો હતો, પરંતુ હવે તે 2 મહિના થી 6 મહિના સુધીનો કરવામાં આવ્યો છે. આવી શરમજનક ઘટનાઓને સંપૂર્ણપણે અટકાવવા માટે દરેકે રેગિંગ નહીં કરવાની પ્રતિજ્ઞા લેવી જરૂરી છે.

 

આ સમાચાર શેર કરો

જાહેરાત