Video: એરપોર્ટ રોડ પર મિત્રને મૂકવા ગયેલા યુવકોની કારને નડ્યો અકસ્માત, 1નું મોત

વિદેશ જતા મિત્રને અમદાવાદ એરપોર્ટ પર મુકવા ગયેલા યુવકો અકસ્માતનો ભોગ બન્યા... જેમાં એક યુવકનું મોત થયુ છે...કારચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર બેકાબૂ બની હતી અને આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
જાહેરાત














