Video: સુમુલ ડેરીમાં નિમણૂક સામે વિવાદ, નિવૃત્ત MDને પુનઃ સત્તા સોંપવા મુદ્દે ઉચ્ચસ્તરીય તપાસની માંગ

સોર્સ: gstv

સુરતની સુમુલ ડેરીમાં નિવૃત્ત એમડી ડૉ. પી. આર. પાંડેને OSD બાદ ઇન્ચાર્જ MD તરીકે પુનઃનિમણૂક આપવાના નિર્ણય સામે મોટો વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે આ નિમણૂકની કાયદેસરતા અને ડેરીના વહીવટમાં પારદર્શિતા સામે સવાલો ઉઠાવી કેન્દ્રીય સહકાર મંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર પાઠવ્યું છે. ત્રણ હજાર પાંચસો કર્મચારીઓની સંસ્થામાં યુવા અધિકારીઓને તક આપવાને બદલે નિવૃત્ત અધિકારીને નાણાકીય સત્તાઓ સોંપવા સામે વિરોધ નોંધાવાયો છે. રજૂઆતમાં બોર્ડના ઠરાવથી લઈ મહેનતાણા સુધીની વિગતો જાહેર કરવા, બેંક ખાતાં તથા પ્રોજેક્ટ્સની તપાસ કરવા અને સહકારી મંડળી અધિનિયમની કલમ ૮૪, ૮૫ અને ૮૬ હેઠળ વિશેષ ઓડિટ કરવાની માંગ કરાઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત