Video: મહેસાણામાં ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલાયો, ત્રણ લૂંટારુઓની મુદ્દામાલ સાથે ધરપકડ

સોર્સ: gstv

મહેસાણા તાલુકા પોલીસે બાયપાસના હેડુવા બ્રિજ નીચે બાઇક પર જઈ રહેલા ઈસમોને લૂંટી લેવાના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે. લૂંટારુ ટોળકીએ લૂંટ ચલાવ્યા બાદ ભોગ બનનાર પાસેથી યુપીઆઈ મારફતે પોતાના ખાતામાં રૂપિયા પણ ટ્રાન્સફર કરાવ્યા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે પાલાવાસણા સર્કલ પાસેથી મહેસાણાના ત્રણ શખ્સોને દબોચી લીધા છે. આ કાર્યવાહીમાં પોલીસે ગુનામાં વપરાયેલી સીએનજી રીક્ષા, રોકડ રકમ, ત્રણ મોબાઈલ ફોન, છરી અને ધોકા સહિત કુલ એક લાખ 85 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત