Video: મહેસાણામાં રવી સિઝન માટે ધરોઈ ડેમમાંથી કેનાલોમાં ૬૫૦ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું

સોર્સ: gstv

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમની જળસપાટી હાલ છસોચાર પોઈન્ટ એકાણું ફૂટ પર પહોંચી છે અને ડેમમાં પીસ્તાલીશ પોઈન્ટ તેત્રીસ ટકા પાણીનો જથ્થો સંગ્રહિત છે. ચોમાસામાં નહીવત વરસાદ અને આ સિઝનમાં માત્ર ચારસો પંદર પોઈન્ટ ચાલીશમીમી વરસાદ નોંધાતા શિયાળુ પાક માટે સિંચાઈની જરૂરિયાત ઊભી થઈ હતી. આ પરિસ્થિતિમાં ડેમમાંથી જમણા કાંઠાની કેનાલમાં પાનસો દસ ક્યુસેક અને ડાબા કાંઠાની કેનાલમાં એકસોચાલીશ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કેનાલોમાં પાણી છોડાતા શિયાળુ પાકને જીવતદાન મળશે અને ખેડૂતોની રવી સિઝન સારી જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત