Video: કપડવંજના આતરસુંબા બસ સ્ટેન્ડ વિસ્તારમાં તંત્રની કાર્યવાહી, અંદાજે 45 જેટલી કેબિનો હટાવાઈ

કપડવંજના આતરસુંબા બસ સ્ટેન્ડ વિસ્તારને દબાણમુક્ત કરવા માટે તંત્રની સીધી દેખરેખ હેઠળ મેગા દબાણ હટાવ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ કામગીરી માટે કપડવંજ મામલતદાર અને TDO સહિતનો સમગ્ર વહીવટી કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન આતરસુંબા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. તંત્રની આ કડક કાર્યવાહીથી બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ખડકાયેલા દબાણો દૂર કરીને રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા છે.
જાહેરાત









