VIDEO: ખેડામાં અંધશ્રદ્ધાનો વિવાદ: કપડવંજના ધારાસભ્ય ભુવાજીના શરણે
સોર્સ : gstv
ખેડા જિલ્લાના કપડવંજમાં એક મોટો રાજકીય અને સામાજિક વિવાદ સામે આવ્યો છે, જેમાં કપડવંજના ધારાસભ્ય ખુદ અંધશ્રદ્ધાના શરણે ગયા હોય તેમ ભુવાજી સમક્ષ વારંવાર હાથ જોડીને પ્રાર્થના કરતા નજરે પડ્યા છે.બીજી તરફ, વ્યવસાએ ડોક્ટર એવા સ્થાનિક સાંસદે લોકોને દોરાધાગા અને અંધશ્રદ્ધાથી દૂર રહેવાની અપીલ કરી હતી, પરંતુ ધારાસભ્યએ આ વૈજ્ઞાનિક સલાહ ફગાવી દીધી છે. નેતાઓના આવા વર્તન સામે વિજ્ઞાન જાથાના જયેશભાઈ પંડ્યાએ આકરા પ્રહારો કર્યા છે. હવે ખેડામાં ડૉક્ટરો અંધશ્રદ્ધા નિર્મૂલન માટે મેદાને આવ્યા છે, જેમનું માનવું છે કે જનતા પહેલા નેતાઓને દોરાધાગાથી દૂર કરવા એ જ મોટી ઉપલબ્ધિ ગણાશે.

